ઉનાળાની આકરી ગરમીમાં અમદાવાદના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દેવતા માટે ચંદનનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. | Swaminarayan Temple in Maninagar

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો – હરિભક્તો તે ચંદનથી કપાળમાં તિલક કરે છે. Swaminarayan Temple in Maninagar

વૈશાખ માસ આવે છે ત્યારે જે ભાવિક ભક્તો હોય છે તે ભગવાનને રાજી કરવાને માટે તને કરીને ભગવાનની ખૂબ જ સેવા કરે છે. Swaminarayan Temple in Maninagar

વૈશાખ માસનો પ્રારંભ થાય એટલે આપણ સહુને અનુભવ છે કે,સખત આગ ઝરતી ગરમી પડે છે. 42 થી 44 ડીગ્રીથી પણ વધુ ગરમી પડવા લાગે છે. ગરમીથી બચવા માણસો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે. આજના સમય પ્રમાણે માણસ ગરમીથી રક્ષણ મેળવવા માટે પંખો,એરકુલર અથવા તો એરકન્ડીશનથી રાહત મેળવે છે અને ભક્તો હોય છે તે પોતાના ઘરે પણ ભગવાનની સમીપે એ.સી. ચલાવે છે. Swaminarayan Temple in Maninagar

મંદિરમાં ભગવાનની સન્મુખ પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. પરંતુ આ સાધનો ન હતા ત્યારે ભક્તો ભગવાનને હાથે પંખો લઈને નાંખતા હતા અને ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે.

અખાત્રીજના દિવસનો મહિમા અપાર છે | Swaminarayan Temple in Maninagar

  • જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે.
  • આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું.
  • સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવાનો પ્રારંભ કરવામાં આવે છે.

Leave a comment