ચાંદીના ભાવમાં ફેરફાર: આપે વિચાર રૂ.1,000નો કડાકો, સોનું પણ આવ્યું સંક્રમિત?

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ  ઉંચકાયા હતા જ્યારે ચાંદી નરમ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૧૯૪થી ૨૧૯૫ વાળા નીચામાં ૨૧૭૩થી ૨૧૭૪ થઈ ૨૧૮૭થી ૨૧૮૮ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ ઉંચકાતાં  વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૪.૮૧થી ૨૪.૮૨ વાળા નીચામાં ૨૪.૩૨ થઈ ૨૪.૫૨થી ૨૪.૫૩ ડોલર રહ્યા હતા.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ગબડી રૂ.૭૫ હજાર બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૮૮૦૦ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ વધ્યા ભાવથી નરમ હતા.

પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ તથા વૈશ્વિક કોપરના ભાવમાં પણ આજે પીછેહટ દેખાઈ હતી. અમેરિકામાં  ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના વાવડ હતા. ક્રૂડતેલ ઘટતાં વૈશ્વિક સોનાના ભાવ પર તેની નેગેટીવ અસર પડી હતી. બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૮૬.૮૭ વાળા નીચામાં  ૮૫.૧૭ થઈ ૮૫.૮૧ ડોલર રહ્યા હતા.

યુએસ ક્રૂડના ભાવ ૮૨.૧૬ વાળા નીચામાં ૮૦.૫૫ થઈ ૮૧.૨૨ ડોલર રહ્યા હતા. વૈશળ્વિક કોપરના ભાવ ૦.૫૭ ટકા નરમ હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૮ વાળા ૮૯૪ થઈ ૮૯૫થી ૮૯૬ ડોલર રહ્યા હતા.પેલેડીયમના ભાવ ૧૦૧૭ વાળા ૯૭૮ થઈ ૯૮૪થી  ૯૮૫ ડોલર રહ્યા હતા.

દરમિયાન, સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર રૂ.૮૩.૭૫ વાળા વધારી રૂ.૮૪ કર્યાના નિર્દેશો હતા.  આના પગલે દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.  મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ આજે આરંભમાં  ઘટયા પછી બપોરે વધ્યા હતા.

મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૬૪૪૯ વાળા રૂ.૬૬૧૫૪ ખુલી રૂ.૬૬૫૬૬ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૬૭૧૬ વાળા રૂ.૬૬૪૨૦ ખુલી રૂ.૬૬૮૩૪ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૭૪૨૭૯ વાળા રૂ.૭૩૮૦૧ થઈ રૂ.૭૩૯૯૭ બંધ રહ્યા હતા.

Leave a comment